Popular Updates Of Last Week

Search This Website

Monday, 25 March 2019

જાગૃતતા / તમારા આધાર કાર્ડનો ક્યાં-ક્યાં ઉપયોગ થયો છે? માત્ર 6 સ્ટેપ્સમાં જાણી લો


જાગૃતતા / તમારા આધાર કાર્ડનો ક્યાં-ક્યાં ઉપયોગ થયો છે? માત્ર 6 સ્ટેપ્સમાં જાણી લો


આ રીતે સમજો આખી પ્રોસેસ:

સ્ટેપ - 1
આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થયો છે તેની જાણ માટે તમારે યૂઆઇડીએઆઈ (UIDAI)ની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર જવું પડશે

સ્ટેપ - 2
અહીં તમારે આધાર સર્વિસ ટેબ પર ક્લિક કરવાનું રહેશે

સ્ટેપ - 3
આ ટેબ પર ક્લિક કરતા જ તમને આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી દેખાશે

સ્ટેપ - 4
તમારે અહીં 12 અંકનો આધાર કાર્ડ રજીસ્ટર કરવાનો રહેશે અને ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) સાથે સિક્યોરિટી કાર્ડ અથવા કેપ્ચા રજીસ્ટર કરવાનું રહેશે.

સ્ટેપ - 5
અહીં તમને ઓથેન્ટિકેશન હિસ્ટ્રી માટે કેટલાયે વિકલ્પ જેવા કે, બાયોમેટ્રિક્સ, ડેમોગ્રાફીક્સ, ઓટીપી જોવા મળશે. તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો. જો તમારે તમામ જાણકારીની માહિતી જોઈતી હોય તો તમારે તમામ (ALL)બટનને સિલેક્ટ કરી લો. આ પછી તમારે ડેટ રેન્જ એટલે કે ક્યારથી ક્યારની માહિતી જોઈએ છે તે સિલેક્ટ કરો અને અહીં તમારા મોબાઈલ પર આવેલ ઓટીપી એન્ટર કરીને સબમિટ બટન પર ક્લિક કરો.

સ્ટેપ - 6
આ પછી તમારું આધાર કાર્ડ ક્યાં ઉપયોગમાં લેવાયું છે તેની જાણકારી મળી જશે.

No comments:

Post a Comment

i reply short time thank you